- પાટોત્સવ
- વ્રત મહોત્સવ
- પૂનમ
અન્નપૂર્ણા મંદિરમાં વિશેષ પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે, માતાજીની મૂર્તિને નવા વસ્ત્રો અને આભૂષણોથી શણગારવામાં આવે છે. મંદિરને ફૂલો અને વીજળીના દીવાથી સજ્જ કરવામાં આવે છે. ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં આવે છે અને માતાજીની આરતી ઉતારે છે. ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવે છે અને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. પાટોત્સવનો મુખ્ય હેતુ માતાજીની સુંદરતા અને તેમની કૃપાને પ્રગટ કરવાનો છે.અન્નપૂર્ણા મંદિરનો પાટોત્સવ એ એક અનોખો અને ભવ્ય ઉત્સવ છે જે ભક્તિ, સંસ્કૃતિ અને સમાજનું એકીકરણનું પ્રતિનિધિત્વ કરે છે.
ગુજરાતના મહેસાણા જિલ્લાના અંબાસણ (મોદીપુર) ગામે ઉત્તર પ્રદેશ (બનારસ) કાશી તિર્થક્ષેત્રથી આવી, ૧૩૪૫ વર્ષ પહેલાં અન્નપૂર્ણા માઁ રાજ સિંહાસનમાં બિરાજમાન છે. છેલ્લા ત્રણે દાયકાથી માઁ અન્નપૂર્ણા ધામમાં વ્રત ઉત્સવ મહોત્સવ-અખંડ ધૂન અનેકવિધ કાર્યક્રમોથી ગુજરાત-ભારત અને વિદેશોથી ભક્તજનોનો માનવ મહેરામણ લાખો કરોડોની સંખ્યામાં આવે છે. માઁ અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ માગશર સુદ-૬ થી થાય છે અને માગશર વદ-૧૧ ના રોજ વિરામ થાય છે. ગુજરાતમાં માતાજીના ઉત્સવોમાં લાંબામાં લાંબો ઉત્સવ ૨૧ દિવસનો માઁ અન્નપૂર્ણાનો જ ઉજવાય છે. માઁ અન્નપૂર્ણાની આરાધના-પૂજન-ભજન કિર્તન કરવાથી વ્યાપાર- ધંધામાં ધન દ્રવ્યમાં વૃદ્ધિ થાય છે. રસોઈમાં અન્નભોજન (પ્રસાદ)ની શુદ્ધિ થાય છે. સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ગૃહસ્થાશ્રમમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ-આરોગ્ય-ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. જીવનની દરેક મનોકામના પૂર્ણ થાય છે