મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં અન્નપૂર્ણા માતાજીનુ અંદાજે 1300 વર્ષ પૌરાણિક મંદિર હોવાનું માંનવામાં આવે છે.
મહેસાણાના મોદીપુરગામમાં બિરાજમાન માં અન્નપૂર્ણા
1300 વર્ષ પૌરાણિક મંદિર હોવાની માન્યતા
ભક્તોને પ્રસાદ રૂપે ચોખા આપવામાં આવે છે
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં બિરાજમાન છે માં અન્નપૂર્ણા. 1300 વર્ષ પૌરાણિક અન્નપૂર્ણા માંનુ મંદિર સર્વે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. મંદિરે આવતા તમામ માઇ ભક્તોની મનોકામના માં અન્નપૂર્ણા પૂરી કરે છે. વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા માઇભક્તો અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. 22 કિલોમીટરના અંતરે મોદીપુર ગામના છેવાડે માં અન્નપૂર્ણા માતાજીનું પવિત્ર સ્થાનક આવેલુ છે. જ્યા બિરાજમાન છે જગતજનની માં અન્નપૂર્ણા. અન્નપૂર્ણા વ્રતનું વિશેષ મહત્વ છે, માગસર સુદ છઠથી માગસર વદ અગિયારસ સુધી અન્નપૂર્ણા માં ના વ્રત ચાલે છે. વ્રત દરમ્યાન મંદિરમાં ભાવિકોને અન્નરુપી પ્રસાદ આપવામાં આવે છે. મા ના મંદિરે શાંતિનો અનુભવ કરી આનંદિત રહે છે. માં અન્નપૂર્ણા તેના શરણે આવતા તમામ ભક્તોની મનોકામના પુરી કરતા હોવાની માન્યતા છે. વળી દેવાધિદેવ મહાદેવને માં અન્નપૂર્ણા પ્રસાદ આપતા હોય તેવી સુંદર પ્રતિમા આ સ્થાનકમાં બિરાજમાન છે.
સંતાન પ્રાપ્તિ, સુખ શાંતિ તેમજ શારીરિક કોઈ પણ તકલીફનું નિવારણ માતાજીના સ્થાનકમાં થતું હોવાથી દર વર્ષે લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં ના દર્શને આવે છે. દર પૂનમ અને દર રવિવારે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા આવે છે. મંદિરે આવતા માઇ ભક્તો માટે રહેવા જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે સેવાભાવી લોકો સાથે ટ્રસ્ટી મંડળ પણ ખડે પગે રહે છે. માં અન્નપૂર્ણાના દર્શન માટે લાંબી કતારો ના થાય તે માટે માતાજીના સન્મુખ દર્શન માટે પણ સુંદર વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં ૧૪૦૦ વર્ષ પૌરાણિક પીપળા નું વૃક્ષ
ગુજરાત ના મેહસાણા જિલ્લા નું મોદીપુર અંબાસણ ગામ જ્યાં શ્રી અન્નપૂર્ણામાતાજી નું મંદિર આવેલું છે . ૧૪૦૦ વર્ષ ત્યા જૂની પ્રાચીન મૂર્તિ અને પારસ પીપળા નું વૃક્ષ આવેલું છે. જે ગુજરાત ભર માં માત્ર ૨ જ છે .